Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ દર્ય કયાવતી પર એ ચિટા જ કરી આ એકવીશ ભવને સ્નેહસંબંધ 105 લાંબા દાંતવાળી, ઉંટના જેવા છેષ્ઠ વાળી, વાંકી ચુકી નાસિકાવાળી, ગોળી જેવા પેટવાળી, બેડલ એ શ્યામ મૂતિઓને જોઈ રાજા ગભરાયો. “અરે ! મેં પૂર્વે જેયેલું સૌદર્ય ક્યાં ? ને આ કુરૂપતા ક્યાં? " પટ્ટરાણુ વૈજ્યવંતી પણ રાજાના દુરાચારને જાણુને ત્યાં આવી પહોંચી રાજાની આ ચેષ્ટા જોઈ નિભર્સના કરી. “અરે દુરાચારી ! નૃપ કન્યાનો ત્યાગ કરી આવી અધમ સ્ત્રીમાં લોભાઈ ગયા, મને લાગે છે કે હવે તમારે દી ફરી ગયો, લજા પામેલા રાજાએ એ ચારે સ્ત્રીઓને પોતાના પંજામાંથી મુક્ત કરી ને વિનયંધરને પણ છોડી મૂકો. એ ચારે રાજમહેલની બહાર નીકળી કે તરતજ મૂળ સ્વરૂપમાં આવી ગઈ આ આશ્ચર્ય જોઈ રાજા ખુબ અજાયબ થ, સતીના તેજથી ભય પામી એનાં ઘરબાર માલમિલકત બધું એમને સોંપી દીધું. સતીઓના પ્રત્યક્ષ ચમત્કારથી ભય પામેલે રાજા મોટી વિમાસણમાં પડ્યો.. રખેને પોતાના ઉપર કાંઈ આફત ન ઉતરે !" - એક દિવસે ચંપાનગરીના પાદરે જ્ઞાની સૂરસેન ગુરૂ પધાર્યા. પરજન સહિત રાજાએ ગુરૂને વંદન કરી ધર્મ દેશના સાંભળી. દેશના પછી ઘણા વખતથી મનમાં રહેલે સંશય રાજાએ ગુરૂને પૂછયો, “ભગવાન ! આ વિનયંધર શ્રેષ્ઠિએ શું પુણ્ય કરેલું કે જેથી આવી મહાન રૂપવતી સતીઓમાં શિરોમણિ ચાર સ્ત્રીઓનો ભરથાર થયો ? એ ચારે સુરૂપવાન છતાં કુરૂપવાન મારા જોવામાં આવી તે પાછી મૂળ સ્વરૂપમાં આવી ગઈ. એ બધું સ્પષ્ટતા પૂર્વક આપ કહે?” રાજાની શંકાનું સમાધાન કરવા ગુરૂએ વિનયંધરનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust