Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ : ધર્મનું આરાધન કરાય નહી તોયે મનુષ્યપણું પામ્યાની સાર્થકતા શી ? - સંસારમાં તો રાજ્ય, લક્ષ્મી, સ્ત્રી, પુત્ર, અને પરિવારાદિકનો મેહ દુત્યાજ્ય હોય છે. યુવાની, સુખ, સમૃદ્ધિ જલતરંગની માફક વિનશ્વર હોવા છતાં એમાંથી જીવોની આસક્તિ છુટતી નથી. રાજ્ય, અશ્વર્ય એ દુર્ગતિને આપનારૂં છે. વિષય કિંપાકના ફલ સમાન ઉપરથી જ રમણીય છે. તો પરંપરાએ જેનાથી દુ:ખનીજ પ્રાપ્તિ થવાની છે એવા આ સંસારનો ત્યાગ કરી શીવસુખને આપનાર સંયમલક્ષ્મીને અંગીકાર કરું તો જ મારો મનુષ્યભવ સફલ થાય.” એ વૈરાગ્યની ભાવનામાં રાજાની રાત્રિ પૂર્ણ થઈ ને પ્રાત:કાળ થયો. પટ્ટરાણી કલાવતીને રાજાએ પિતાનો અભિપ્રાય પૂછયો, રાજાનો અભિપ્રાય જાણી કલાવતી ખુશ થઈ ગઈ. મહારાજ ! એ વિચાર આપને અવસરને છે. ભેગો પણ આપણે ઘણાકાલ ભેગવ્યા, રાજ્યસાહ્યબીય ભેગવી, રાજ્યને યોગ્ય પુત્ર પણ થયે, માટે પુત્રને રાજ્ય પાટે સ્થાપી આપણે ચારિત્ર લેવું તેજ એક યોગ્ય અવસર અત્યારે છે. કલાવતીના વચનથી રાજાના ઉત્સાહને પણ વધારો થયો, મંત્રીઓને બોલાવી તેમની સંમતિ મેળવી શુભ મુહુર્તી રાજાએ પૂર્ણકલશનો રાજ્યાભિષેક કર્યો. પૂર્ણકલશને રાજ્યગાદીએ બેસાડી રાજ્યની સંપૂર્ણ જવાબદારી તેને સેંપી દીધી. તે સમયે નંદનવનના ઉદ્યાનપાલકે આવીને રાજાને વધામણિ આપી. “મહારાજ ! ઘણા શિષ્યના પરિવારવાળા અમિતતેજ ગુરૂરાજ પધાર્યા છે.” ઉદ્યાનપાલકની મધુરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust