Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 86. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજા ધર્મની નિંદા કરનારાઓને શિક્ષા કરવા લાગ્યો. એ રીતે શ્રાવકધર્મનું પાલન કરતાં ઘણે કાળ સુખમાં વ્યતીત કર્યો. દેવતાની માફક સુખી જી જતાકાલને પણ જાણતા નથી. - રાજપુત્ર પૂર્ણકલશ પણ શસ્ત્ર અને શાસ્ત્રનો અભ્યાસ કરી રમણીજનને વલ્લભ એવી મનહર યુવાવસ્થાને પામ્યો. કામદેવના અવતાર સમે પૂર્ણકલશ યુવરાજપદને શેભાવતો રાજકાર્યમાં પણ હોંશિયાર થયો. . જીનેશ્વરના ભક્ત, તેમજ દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ. કરનાર શંખરાજને રાજ્ય ભોગવતાં અનુક્રમે પ્રૌઢ અવસ્થા આવી. એ યુવાનીના રમણીય દિવસે પસાર થઈ ગયા, નાગની ફેણ સમા કાળા ભ્રમર સમાન શ્યામ મસ્તકના કેશ પણ ઉજ્વળતાને ધારણ કરવા લાગ્યા. પોતાના મસ્તકની કેશ, દાઢી, મુછના કેશ એક પછી એક ઉજ્વળતાને ધારણ કરતા ઈ સંસાર ઉપરથી વૈરાગ્યવાળા એ રાજાની આંખ ઉઘડી ગઈ. - રાત્રિના ચતુર્થ પ્રહર સમયે અચાનક જાગ્રત થયેલા રાજાના મનમાં વૈરાગ્યની પરંપરા વૃદ્ધિ પામવા લાગી. આ અપાર સંસારસાગરમાં શરીર અને મન સંબંધીના અનેક દુ:ખેથી આકુલ વ્યાકુળ થયેલ પ્રાણી જીનેશ્વર ભગવાને કહેલી રાત્રી રૂપી નાવ વગર સંસારના પારને શી રીતે પામી શકે ? ચેરાશી લાખ જીવનિમાં રત્ન ત્રય રૂપી ધર્મસામગ્રી નરભવમાં પ્રાણી મેળવી શકે છે, એ નરભવ પણ પ્રાણીને મહાપુણ્યાનુયોગે જ મલી શકે છે દશ દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ કદાચ મર્યો અને જે ધમ શ્રવણ ન મલ્યું તોય નકામું, ધર્મશ્રવણ કર્યા છતાં, જે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust