Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 88 ઉચિત રહે એવું - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાણી સાંભળીને રાજાએ તેને ન્યાલ કરી દીધો. અવસરને યોગ્ય ગુરૂમહારાજનું આવાગમન જાણીને રાજા બહુ ખુશી થયો. મહા આડંબરપૂર્વક પરિવાર સહિત સંયમની ભાવનાવાળે રાજા પ્રિયા સાથે ગુરૂમહારાજને વંદન કરવાને નંદનવનમાં આવ્યો. પાંચ અભિગમ સાચવીને ગુરૂને નમસ્કાર-વંદના કરી મંત્રી સામંત આદિ પરિવાર સહિત રાજાએ સમયને ઉચિત એવી ગુરૂની દેશના શ્રવણ કરી. રાજારાણીની સંયમ ભાવનાને જ્ઞાનથી જાણનાર ગુરૂ અવસરને ઉચિત કરવાનું જ ભૂલે. . દેશનાને અંતે રાજાએ પ્રશ્ન કર્યો. “ભગવાન ! કલાવતી દેવીએ પૂર્વ ભવને વિશે એવું શું દુષ્કૃત કરેલું કે નિરપરાધી એવી એ દેવીની બન્ને ભૂજાઓ મેં છેદી નંખાવી!” ' રાજાના પ્રશ્નના જવાબમાં જ્ઞાનવાન એ ગુરૂ મહારાજ બોલ્યા, “રાજન ! પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મહેંપુર નગરને વિષે નરવિક્રમ નામે રાજા હતો. તેની પટ્ટરાણી લીલાવતીને સુલોચના નામે પુત્રી થઈ. અનુક્રમે તે બાળા કામદેવને ક્રીડા કરવાને કીડાગ્રહ સમાન યૌવન વયમાં આવી. એક દિવસે રાજા સભા ભરીને બેઠે હતો ત્યારે કેઈક પરદેશી પુરૂષે રાજસભામાં આવીને એક પોપટ રાજા આગળ ભેટ ધર્યો, ને એ પોપટના ગુણેનું વર્ણન કરી રાજાને ખુશી કર્યો. એ પપેટે પણ અનેક સુભાષિતશ્લોક વડે રાજાને રંજીત કર્યો. પોપટના ગુણેથી પ્રસન્ન થયેલા રાજાએ તે પુરૂષને ખુબ ધન આપીને વિદાય કર્યો - રાજા નરવિકમે એ પપેટ પોતાની પ્રિય રાજકુમારી સુલોચનાને અર્પણ કર્યો. પોપટની ચતુરાઇથી રાજી થયેલી રાજકુમારીએ સુવર્ણનું પીંજર તૈયાર કરાવ્યું ને દ્રાક્ષ, દાડમનાં બીજ, અંજીર, આમ્રફળ વગેરે સ્વાદિષ્ટ ફળે ટી - મહાન દાડમન બી વણનું પરની ચતુરાઇથી જ મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun