Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ પર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગ કરશે, કહેશે કે તું તો શંખ જેવો છે. લડશંખ છે. બુદ્ધિ વગરને છે, વિચાર વગરને ને ઉતાવળીયો છે, મહા મૂખ શંખભારથી છે. પણુ મહારાજ ! આપે એવું શું કાર્ય કર્યું છે કે આપને આટલે બધો પશ્ચાત્તાપ થાય છે. રાજાના બેલવામાં કંઈ સમજ નહી પડવાથી મંત્રીએ પૂછયું. રાજાએ કહ્યું. “મારૂં અકાર્ય તમારે જવું છે ?" એમ કહી રાજાએ બીજા સુવર્ણના થાળ ઉપર ઢાંકેલે ટવાલ ઉપાડી દૂર ફેંકી દીધો. બધાએ શું જોયું? મનહર નાજુક કેણી સુધી કપાયેલા બન્ને હાથ ! અરે ! આ શું ? બધાના મુખમાંથી અરેરાટી વછુટી ગઈ. “આ કેના હાથ? દેવીને તો કુશલ છે ને મહારાજ મંત્રીએ પૂછયું. એ દેવીનાજ હાથ ! મે પાપીએ-દુરાત્માએ આસન્નપ્રસુતા અને દોષ રહિત એવી દેવીને મિથ્યા કલંકની શંકાએ મરાવી નાખી. અરેરે ! મેં બહુજ ભુંડું કામ કર્યું ! ચંડાલથી પણ હીણું કામ કર્યું. અકાર્ય કરી હવે ક્યાં જાઉ? શું કરૂં! હા ! દુષ્ટ વિધિ: પાપિષ્ટ? તેં મારી પાસે આવું અને કાર્ય કરાવી કયા ભવનું આ વેર વાળ્યું? એક નિર્દોષ મહા સતીનું મારે હાથે કરપીણુ ખુન કરાવ્યું. હા ! હા ! હતાશ ! રાજા વિલાપ કરવા લાગ્ય, કરેલા અકલ્યન થઈ શકે તેટલો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. - શંખરાજા ધિગતા હૃદયે હાથની મુઠીઓ વખતો ને પચાને કરડતો ગુસ્સાથી એ સુશોભિત દિવાનખાનામાં આમતેમ આંટા મારવા લાગ્યો” હા ! એક રાજા થઈ મારે હાથે કેવું અઘેર કામ થયું; હાય! દૈવ! દૈવ! ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust