Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 75 દત્તની નજર પડી. હર્ષથી ખુશી થયેલ દત્ત તાપસને જોતાંજ તેની પાસે આવી પૂછવા લાગ્યા. “હે તપસ્વી ! તમે આ જંગલમાં પુત્રવાળી અગર તો નજીક પ્રસવવાળી કોઈ સ્ત્રીને જોઈ?” આ તેજ તાપસ હતો કે જેને આ તરફ આવવાનો રજનો અભ્યાસ હતો ને જે કલાવતીને તાપસના આશ્રમમાં તેડી ગયો હતો, કલાવતીના દુ:ખની વાતો જાણતો. હોવાથી તાપસ આ ઘોડેશ્વારોને જોઈ વિચારમાં પડ્યો. “નક્કી એ ગરીબ વાટી ઉપર આ લોકે આફત ઉતારશે. ગભરાયેલા તાપસને જોઈ દત્ત બે બેલો? બોલો ! એ સ્ત્રી ક્યાં છે? જોઈ હોય તો ઝટ બતાવો ?' આગેવાન રાજપુરૂષનો જવાબ સાંભળી હીમત ધારણ કરતો તે તપસ્વી બાલ્યો. “અરે એ રાંક વરાકી ઉપરથી. રાજાને કેપ હજી દૂર થયે નથી શું? વગડામાં એકાકી. રઝળતી મુકી હાથ કપાવી નાખ્યા તોય રાજા ધરાયે. નથી શું ? સમાચાર મલવાથી તેમજ દેવી હજી જીવતી છે એમ. જાણી રાજી થતો દત્ત-એ રાજપુરૂષ બોલ્યો, “અરે ભાઈ! તારી વાત છે કે સત્ય છે છતાં અત્યારે તો બીજી બધી પલટાઈ ગઈ છે. આજની સાંજ સુધીમાં રાજા જે દેવીને નહી જુએ તો પશ્ચાત્તાપથી જલતો રાજા કાષ્ટભક્ષણ. કરશે માટે અમને ઝટ એ ભાગ્યવતીનાં દર્શન કરાવે ? દત્તની વાણી સાંભળી સસંભ્રમિત થયેલો તે બધાને તાપસાશ્રમમાં તેડી લાવ્યો. દત્ત વગેરે તાપસ આશ્રમમાં કુલપતિને નમ્યા. ટુંકાણમાં કુલપતિને દેવી સંબંધી સર્વે હકીકત કહી સંભળાવી. દત્તની વાત સાંભળી કુલગુરૂએ તરતજ તાપસીએની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust