Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 93 અંગોપાંગવાળી, પુત્ર સહિત તારી પત્નીને મલીશ. તેની સાથે ઘણા કાળ સુધી રાજ્ય સમૃદ્ધિ ભેગવી પુત્રને રાજ- ગાદીએ બેસાડી પત્ની સહિત રાજપાટ છોડીને તું દીક્ષા ગ્રહણ કરીશ ગુરૂની વાણી સાંભળી સ્વસ્થ થયેલા રાજા: એ નંદનવનમાંજ પડાવ નાખે, પત્નીને લીધા સિવાય : નગરમાં નહી જવાની પ્રતિજ્ઞાવાળા રાજાએ રાત્રી પણ - નંદનવનમાંજ વ્યતીત કરી. મેલાપ. નંદનવમાં સુખે સુતેલા શંખરાજને ગુરૂના ઉપદેશથી -- સ્વસ્થ ચિત્ત થવાથી નિંદ્રા આવી ગઈ. દુ:ખમાં પણ મહાન પુરૂષનું પુણ્ય જાગ્રતજ હોય છે. ગુરૂએ રાજાનું ભાવી કથન * કહીને શાંત કર્યો. તેમજ આ ભાવી કથનને સૂચવનારૂં ને પ્રિયજનનો મેલાપ કરાવનારૂ એક અપૂર્વ સ્વન રાજાને આવ્યું. મોટા ભાગ્યને જણાવનાર એ સ્વપ્નમાં રાજાએ શું જોયું ? " કંઇક ફલવાળી લતા કલ્પવૃક્ષને લાગેલી તે કેઈકના છેદવાથી ભુમિ ઉપર પડી ગઈ. તે પાછી ફળવાળી થઈ ને કલ્પવૃક્ષને લાગી ગઈ. - એ મંગલમય સ્વપ્ન જોઈને રાજા જાગૃત થયો, જાગ્રત થયો ત્યારે પ્રાત:કાળ થવાની તૈયારી થતી હતી. ઉદયાચલ તરફ થવાની તૈયારીમાં પડેલા સૂર્યરાજે પોતાના - અરૂણ સારથીને રવાને કરી દીધો હતો. જે સુર્યના આગમનની વધામણી આપી રહ્યો હતો. અલ્પ સમયમાં ફલદાચી થનારા આ સ્વપનાને રાજાએ ગુરૂ આગળ નિવેદન કર્યું. ગુરૂએ રાજાને એ સ્વપનાને પરમાર્થ સમજાવ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust