________________
*******************************************************
*****
* * * * * * ************************** કરવા અવરનવર જતા હતા. સિદ્ધરાજ દ્વારા જિનમંદિરો ઉપર સોનાના કળશો ચઢાવરાવ્યા. જીવદયાના ઘણાં કાર્યો કરાવ્યાં હતાં. ગુજરાતમાંથી સંઘ કાઢીને શત્રુંજયની યાત્રાએ આવ્યા અને તેઓ પાલીતાણામાં કાળધર્મ પામ્યા હતા. આ આચાર્ય બારમી સદીમાં જન્મ્યા હતા.
શ્રી હેમચંદ્રસૂરિજીની પાટે તેમના શિષ્ય આ સંગ્રહણીગ્રન્થના રચયિતા શ્રી ચન્દ્રમહર્ષિ અને બારમી સદી
શ્રી ચન્દ્રમહર્ષિનો સમય બારમી શતાબ્દીનો છે. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. તેમણે ધોળકા નગરમાં ધોળશા શેઠની વિનંતિથી શ્રી મુનિસુવ્રતસ્વામીના ચરિત્રની રચના કરી હતી. આવશ્યક
વૃત્તિ ઉપર, પ્રદેશ વ્યાખ્યા ઉપર તેમને ટીકા લખી છે. તેમને ક્ષેત્રસમાસ ઉપર ટીકા, ન્યાયપ્રવેશ નિરયાવલિકા વૃત્તિ, નંદી ટીપ્પણ વગેરેની રચનાઓ કરી છે. ક્ષેત્રસમાસ અને સંગ્રહણીની સહુથી પહેલાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ કરી છે. ત્યારપછી એ જ બંને ગ્રન્થની શ્રી ચન્દ્રમહર્ષિએ પોતાની રીતે કરી છે.
ટીપ્પણ, રચના રચના
શ્રી ચન્દ્રમહર્ષિના સમકાલીન આચાર્યો અનેક થયા છે. એમાં બબે રાજાઓને પ્રતિબોધ
કરનાર જેમના વિરાટ્ વ્યક્તિત્વનું અને સર્જનની પ્રતિભાનું માપ કાઢી શકાય તેમ નથી એવા અનોખા પ્રકારના મહાન જ્યોતિર્ધર મહર્ષિ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી તેમના સમકાલીન હતા. પછી સમર્થ ટીકાકાર શ્રી મલયગિરિજી, વાદી દેવસૂરિજી, સમર્થ આગમવાદી વર્ધમાનસૂરિજી, ખરતરગચ્છીય સુપ્રસિદ્ધ દાદા જિનદત્તસૂરિજી, જિનવલ્લભસૂરિજી, ધર્મઘોષસૂરિજી વગેરે અનેક સમર્થ વિદ્વાનો ગ્રન્થકર્તાઓ, રાજપ્રતિબોધકો વિદ્યમાન હતા. જૈન સમાજમાં શ્રીમાન શંકરાચાર્યજી જેવા સમર્થવાદી વિદ્વાન પણ ત્યારે વિદ્યમાન હતા. યથાર્થ રીતે કહીએ તો એ યુગ બધી રીતે એક સોનેરી યુગ હતો.
સંગ્રહણીના ટીકાકાર
શ્રી ચન્દ્રીયા સંગ્રહણીના ટીકાકાર તેઓશ્રીના જ શિષ્ય શ્રી દેવભદ્રસૂરિ છે. ટીકા સરળ અને પ્રસાદપૂર્ણ કરી છે.
*******************************************************
ગ્રન્થ વિષય પરિચય પૂર્ણ થયો.
સંગ્રહણીની હસ્તલિખિત સચિત્ર પ્રતો અને મારાં ચિત્રો અંગે જરૂરી જાણવા જેવું
મારી લગભગ ૨૨ વર્ષની ઉમ્મરે આજથી પચાસેક વર્ષ ઉપર એટલે લગભગ સં. ૧૯૯૩ની આસપાસ સંગ્રહણીની હસ્તલિખિત પ્રતો જોવા મળી હતી. મોગલ જમાનાની લખાએલી પ્રતના ચિત્રો થોડાં સારાં હતાં. બાકીની પ્રતનાં ચિત્રો સામાન્ય કક્ષાનાં હતાં. જૈન *********** [41] *****************