________________
પ્રસ્તાવધનું શેલી સ્વરૂપ સાથે જોઈએ. એ સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિષે આવરિત રૂપે પડ્યું છે. હરિઇચ્છા જે પ્રગટ થવા દેવાની હશે તે થશે. અમારે દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે.
અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયેથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધનમાં રાખવું બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તે વિયેગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનને કોઈ મોટા પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.
જે પુરૂષનું દુર્લભપણું ચોથા કાળને વિષે હતું તેવા પુરૂષને જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. એટલે તે પુરૂષનું એાળખાણ થવું અત્યંત વિકટ છે. જીવને વિષે કોઈપણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિને ઉપાય એ જે સર્વોત્તમ પરમાર્થ તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તે જ તેને સત્પરૂષનું ઓળખાણ થાય છે. નહીં તે થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈપણ અને ઘણું જેને પરમાર્થ સંબંધી જે માગે તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે.
જે તે પુરૂષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરૂષ જાણું સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી-અસંસાર–પરિત્યાગરૂપ કરી શુદ્ધ ભક્તિએ તે પુરૂષ સ્વરૂપ વિચારવા યોગ્ય છે.
આત્મા સચ્ચિદાનંદ