________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૧૮૧ ફરી ભલામણ આપી છે. તે પરિષહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાન પરિષહ અને દર્શન પરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે કે કઈ ઉદય યોગનું બળવાનપણું હોય અને સત્સંગ, સપુરૂષને યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હાય, મુંઝવણ આવી જતી હોય તે પણ ધીરજ રાખવી. સત્સંગ, સત્પરૂષને વેગ વિશેષ વિશેષ કરી આરાધવે; તે અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે, કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તે પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે? એક માત્ર પૂર્વ કર્મ યેગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તે તે જે જીવને સત્સંગ, સપુરૂષને વેગ થયે છે અને પૂર્વ કમ નિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, તેને કેમે કરી ટળવાજ યોગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષહ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બેય પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિવહનું સ્વરૂપ જાણુ સત્સંગ, સપુરૂષના યેગે જે અજ્ઞાનથી મુઝવણું થાય છે તે નિવૃત્ત થશે એ નિશ્ચય રાખી ચથાઉદય જાણું, ધીરજ રાખવાનું ભગવાન તીર્થકરે કહ્યું છે, પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સપુરૂષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરે તે ધીરજ છે, અને ઉદય છે તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા ગ્ય છે.
પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવાં એમ કરવું એગ્ય લાગ્યું છે. તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા ચેડા અંશે પ્રવર્તાય તે પણ તેમ પ્રવર્તવાને અભ્યાસ રાખજે એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે.
૩ શાંતિ