________________
૩૫૪
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલાં છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદાં કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ કિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યું હોય તે પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની બ્રાંતિ થાય નહીં.
પ્ર. શું વિચાર કયે સમભાવ આવે ?
ઉ. વિચારવાનને પુગલમાં તન્મયપણું, તાદામ્યપણું થતું નથી.. અજ્ઞાની પૌગલિક સંગને હર્ષને પત્ર વાંચે તે તેનું મોઢું ખુશીમાં દેખાય અને ભયને કાગળ આવે તે ઉદાસ થઈ જાય. સર્પ દેખી આત્મવૃત્તિમાં ભયને હેતુ થાય ત્યારે તાદામ્યપણું કહેવાય. તન્મયપણું થાય તેને જ હર્ષશેક થાય છે. નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યા વગર રહે નહીં.
પ્ર. પાંચ ઇંદ્રિયે શી રીતે વશ થાય?
ઉ. વસ્તુઓ પર તુચ્છ ભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધ છેડી વાર રહી નાશ પામે છે અને ફૂલ કરમાઈ જાય છે, તેથી કાંઈ સંતેષ થતું નથી, તેમ તુચ્છભાવ આવવાથી ઈન્દ્રિયના વિષયમાં લુબ્ધતા થતી નથી. પાંચ ઈન્દ્રિમાં જિહા ઈન્દ્રિય વશ કરવાથી બાકીની ચારે ઇન્દ્રિયે સહેજે વશ થાય છે. જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછયું.
બાર ઉપાંગ તે બહુ ગહન છે, અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી, માટે બાર ઉપાંગને સાર જ બતાવે કે જે પ્રમાણે વતું તે મારું કલ્યાણ થાય?
સદ્ગુરુએ ઉત્તર આપે
બાર ઉપાંગને સાર તમને કહીએ છીએ કે “વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ બે પ્રકારની કહીઃ એક બાહ્યા અને બીજી અંતર. આહ્યવૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તે અંતરવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતને એ જે માટીને ઘડે