Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 376
________________ પ્રાવધનું શૈલી સ્વરૂપ ૩૫૯ છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે અને જ્ઞાનની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય. પ્ર. શ્રાવક કેને કહેવા? ઉ. જેને સંતોષ આ હેય; કષાય પાતળા પડયા હેય માંહીથી ગુણ આવ્યા હેય, સાચે સંગ મળ્યું હોય તેને શ્રાવક કહેવા. આવા જીવને બેધ લાગે તે બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચો સંગ મળે તે પુણ્યને જોગ છે. » શાંતિ શિક્ષાપાઠ : ૧૦૭ સમાપ્તિ અવસર ભાગ પહેલે વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના યુગ વિના સમજાતું નથી, તે પણ તેના જેવું જીવને સંસારરેગ મટાડવાને બીજુ કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહે એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ. હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ, કાંઈક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા ! જાગૃત થા ! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ગ્ય છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ સર્વ કાર્યમાં કર્તવ્યમાત્ર આત્માર્થ છે, એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે. સદ્દગુરૂ પ્રસાદ

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384