Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 377
________________ ૩૬૦ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા મહાપુરુષને ત્રિકાળ નમસ્કાર. - પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતું નથી અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હેવાથી તેમની અનન્ય આશ્રય–ભક્તિ પરિણામ પામેથી થાય છે. ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનને હેતુ થાય છે, કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વતત નથી, પુરુષમાં વતે છે. મુમુક્ષુએ જે કઈ સત્યરુષને આશ્રય પ્રાપ્ત થયું હોય તે પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય, ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીને ઉપદેશ સુલભપણે પરિણમે છે. અને યથાથી વિચાર તથા જ્ઞાનને હેતુ થાય છે. હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવા રૂપ ઈચ્છા સહેજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તે તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે. અને તેનાં મૂળ ઘણું ઊંડા ગયેલાં છે. મૂળ માર્ગથી લેકે લાખો ગાઉ દૂર છે. એટલું જ નહીં પણ મૂળ માર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તે પણ ઘણું કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડ પ્રધાન દશા વતે છે. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું. બધબીજનું સ્વરૂપ-નિરૂપણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સઃ ગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયોગ-આત્મવિદ્યા પ્રકાશ થાય. ત્યાગવૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવ તત્વ પ્રકાશ, સાધુધર્મ પ્રકાશ, શ્રાવકધર્મ પ્રકાશ. વિચાર.

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384