Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 373
________________ ૩૫૬ પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી, જગત કાંઈ છે જ નહીં એવા બ્રાનિ-રહિતપણા સહિત વર્તવાથી મુક્તિ છે એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે તે એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ. પણ એમ નથી થતું માટે આત્મા પ્રત્યેક છે. જગતની બ્રાનિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્ર-સૂર્યાદિ ઊંચેથી પડી જાય છે, આત્માને વિષેથી બ્રાન્તિ ટળી ગઈ એમ આશય સમજવાનું છે. ૩ શાંતિ શિક્ષાપાઠ: ૧૦૬ હિતાથી પ્રશ્નો ભાગ ચેાથે . પ્ર. આત્મા એક છે કે અનેક છે? ઉ. જે આત્મા એક હેય તે પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી સર્વની મુક્તિ થવી જોઈએ; અર્થાત્ એકની મુક્તિ થઈ હેય તે સવની મુક્તિ થાય અને તે પછી બીજાને સશાસ્ત્ર, સદ્ગુરુ આદિ સાધનની જરૂર નથી. પ્ર. સમ્યકત્વ શાથી પ્રગટે? ઉ. આત્માને યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યકત્વના બે પ્રકાર છેઃ (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્ગુરુનાં વચનનું સાંભળવું, તે વચનેને વિચાર કરે, તેની પ્રતીતિ કરવી; તે વ્યવહાર સમ્યકત્વ. આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યકત્વ. પ્ર. કષાય તે શું ? ઉ. પુરુષ મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યો જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય. પ્ર. સમ્યક્ત્વ કેમ જણાય? ઉ. માંહીથી દશા ફરે ત્યારે સમ્યફવની ખબર એની મેળે પિતાને પડે. સદેવ એટલે રાગ, દ્વેષ ને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદ્ગુરુ કેણ કહેવાય? મિથ્યાત્વગ્રંથિ જેની છેદાઈ છે તે. સદગુરુ એટલે નિર્ચ થ. સધર્મ એટલે જ્ઞાની પુરુષોએ બેધેલે ધર્મ. આ ત્રણે તત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યક્ત્વ થયું ગણાય.

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384