________________
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ
૩૪૯ એવા નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ નિત્ય પદાર્થ છે.
પ્ર. તે કંઈ કરે છે?
ઉ. જ્ઞાન દશામાં, પિતાના સ્વરૂપના યથાર્થ બેધથી ઉત્પન્ન થયેલી. દશામાં તે આત્મા નિજભાવને એટલે જ્ઞાન, દર્શન અને સહજ સમાધિ પરિણામને ર્તા છે. અજ્ઞાન દશામાં ક્રોધ, માન, માયા, લેભ એ આદિ પ્રકૃતિને કર્તા છે, અને તે ભાવના ફળને ભોક્તા થતાં પ્રસંગવશાત્ ઘટાપટાદિ પદાર્થને નિમિત્તપણે કર્તા છે, અર્થાત્ ઘટાપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કર્તા નથી, પણ તેને કેઈ આકારમાં લાવવારૂપ ક્રિયાને કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જેન કર્મ કહે છે, વેદાંત બ્રાંતિ કહે છે તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટાપટાદિને તથા કેધાદિને કર્તા થઈ શક્ત નથી, માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામને જ કર્તા છે, એમ. સ્પષ્ટ સમજાય છે.
પ્ર. અને તેને કર્મ નડે છે કે નહીં?
ઉ. અજ્ઞાન દશાથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હેઈવખતને યેગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે, અર્થાત્ તે કર્મો આત્માને ભેગવવાં પડે છે. જેમ અગ્નિસ્પશે ઉષ્ણપણને સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ધાદિ ભાવના કર્તાપણુએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશે, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે. લખશે, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કયે જીવને. મક્ષ દશા પ્રાપ્ત થાય છે.,
પ્ર. મેક્ષ શું છે?
ઉ. જે કેધાદિ અજ્ઞાન ભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે. તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે એક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.