________________
૨૪૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
પ્ર. કારણ? ઉ. મોક્ષ થયેલે આત્મા કર્મમલરહિત છે એથી પુનર્જન્મ એને
નથી.
પ્ર. કેવળીના લક્ષણ શું?
ઉ. ચાર ઘનઘાતી કર્મને ક્ષય અને ચાર કમીને પાતળાં પાડી જે પુરુષ દશ ગુણસ્થાનકવતી વિહાર કરે છે.
પ્ર. તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તે નિરાગી છે.
ઉ. તિર્થંકર નામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે દવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે.
પ્ર. એઓને મુખ્ય ઉપદેશ શું છે?
ઉ. આત્માને તારે આત્માની અનંત શક્તિઓને પ્રકાશ કરે; એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરે.
પ્ર. એ માટે તેઓએ ક્યાં સાધને દર્શાવ્યાં છે?
ઉ. વ્યવહાર નયથી સદેવ, સતધર્મ અને સદ્ગુરુનું સ્વરૂપ જાણવું. સદેવના ગુણગ્રામ કરવા વિવિધ ધર્મ આચરો અને નિગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી.
પ્ર. ત્રિવિધ ધર્મ કર્યો? ઉ. સમ્યજ્ઞાન રૂપ, સમ્યગ્દર્શન રૂપ અને સમ્યચ્ચારિત્ર રૂપ.
» શાંતિ
શિક્ષાપાઠ : ૧૦૪ હિતાર્થી પ્રશ્નો ભાગ બીજો
ખરું સુખ શામાં છે? પ્ર. આત્મા શુ છે ?
ઉ. જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે