________________
૩૪૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે. પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું, તેમાં સંશય છે? તે અનુભવમાં જે વિશેષ વિષે જૂનાધિકપણું થાય છે, તે જે માટે તે કેવળ અખંડાકાર સ્વાનુભવ સ્થિતિ વતે.
અપ્રમત્ત ઉપગે તેમ થઈ શકે.
અપ્રમત્ત ઉપગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વત્યે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે.
અવિચ્છિન્ન તેવી ધારા વતે તે અદ્ભુત અનંત જ્ઞાન સ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વતે.
સર્વાદિષ્ટ આત્મા સદ્દગુરુ કૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનના અર્થો વિચરવું. સંયમ અને તપપૂર્વક
જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે.
હે આત્મા! તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા! અભિમુખ થા ! .
નિવિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અના બાધ અનુભવ સ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તકદિ ઊઠે, તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવા.
અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માગ– અહે! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ પ્રધાનમાર્ગના મૂળ સર્વજ્ઞદેવ
અહે! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્ય એવા પરમ કૃપાળુ. સદ્ગુરુદેવ, આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા! જયવંત વર્તા! જ્ઞાનીઓને સનાતન સન્માગ જયવંત વર્તા!
# શાંતિ