________________
૩૪૭
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ : ૧૦૩ હિતાથી પ્રશ્નો ભાગ પહેલો
આજે તમને હું કેટલાક પ્રશ્નો નિગ્રંથ પ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું.
પ્ર. કહા ! ધમની અગત્ય શી છે? ઉ. અનાદિ કાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે પ્ર. જીવ પહેલો કે કેમ ?
ઉ. બન્ને અનાદિ છે જ જીવ પહેલો હોય તે એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કમ પહેલાં કહો તે. જીવ વિના કર્મ કર્યા કોણે? એ ન્યાયથી બને અનાદિ છે જ.
પ્ર. કર્મની મુખ્ય પ્રકૃતિએ કેટલી છે? ઉ. આઠ પ્ર. કઈ કઈ?
ઉ. જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય.
પ્ર. એ આઠે કમની સામાન્ય સમજ હે.
. જ્ઞાનાવરણય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે છે. દર્શનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શન શક્તિ છે તેને આચ્છાદન કરે છે. વેદનીય એટલે દેહ નિમિત્તે શાતા, અશાતા બે પ્રકારનાં વેદનીય કર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી શેકાઈ રહે તે. મેહનીય કર્મથી આત્મ ચારિત્રરૂપ શક્તિ રેખાઈ રહી છે. નામ કર્મથી અમૂતિરૂપ દિવ્યશક્તિ રોકાઈ રહી છે. ગત્ર કર્મથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રેકાઈ રહી છે. આયુ કર્મથી અક્ષય સ્થિતિ ગુણ રેકાઈ રહ્યો છે. અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વય, ભેગ, ઉપલેગ શક્તિ રેકાઈ રહી છે.
પ્ર. એ કર્મો ટાળવાથી આત્મા ક્યાં જાય છે? ઉ. અનંત અને શાશ્વત માક્ષમાં. પ્ર. આ આત્માને મોક્ષ કેઈ વાર થયો છે? ઉ. ના