________________
૩૫૦
પ્રજ્ઞાવાધનું શૈલી સ્વરૂપ
પ્ર. મેાક્ષ મળશે કે નહી' તે ચાક્કસ રીતે આ દેહમાં જ જાણી
શકાય ?
ઉ. એક દેરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યા હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બધ છેડવામાં આવે તેમ તેમ તે અધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે, તેમજ અજ્ઞાનભાવના અનેક પિરણામરૂપ બુધના પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મેાક્ષના અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું યારે થાય છે ત્યારે સહેજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બધથી છૂટી શકવાના પ્રસંગ છે એવા સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સ સંખ`ધથી કેવળ પેાતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત્ મેાક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યેાગ્ય છે.
પ્ર. જે ધમ ઉત્તમ છે, એમ કહેા તેના પુરાવા માગી શકાય ખરા કે ?
ઉ. પુરાવા માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તા તા અ, મન, ધર્મો, અધમ, સૌ ઉત્તમ જ ઠરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે, જે ધમ સ`સાર પરિક્ષીણુ કરવામાં સ॰થી ઉત્તમ હાય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને મળવાન હાય તે જ ઉત્તમ અને તે જ બળવાન છે.
પ્ર. આગળ ઉપર શા જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે ? અથવા અગાઉ શુ હતા તેની ?
ઉ. તેમ અની શકે. નિર્મળ જ્ઞાન જેવું થયું હોય તેને તેવું અનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વ કારણ
ક્યાં હાવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવુ. પરિણામ પામશે તે · પણ તેના સ્વરૂપ