Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 362
________________ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ સર્વ અન્ય ભાવના સંસગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. | સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. નિજ સ્વભાવ રૂપ, સ્વતત્વભૂત છે, નિરાવરણ છે, અભેદ છે, નિર્વિકલ્પ છે, સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે, હું કેવળજ્ઞાન સ્વરૂપ છું. એમ સમ્યક્ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઇન્દ્રિયને સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી, નિજસ્વરૂપ વ્યાવૃત કરી, યેગને અચલ કરી, ઉપગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય. એક , અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું; અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું; અજન્મ, અજર, અમર શાશ્વત છું; સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું. શુદ્ધ ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય સદ્ભાવની પ્રતીતિ-સમ્યગ્દર્શન શુદ્ધાત્મક પદ અત્યંતર ભાન અવધૂત વિદેહીવત્ જિનકલ્પવત્ સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાન સહિત, અવધૂત, વિદેહીવત્, જિનકલ્પવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. # નમઃ સવજ્ઞ–વીતરાગદેવ (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર) તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384