________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૩૩
આણુ પણ ગમવું નથી.
ભગવાન વ્યાસજી જે યુગમાં હતા, તે યુગ બીજે હિતે, આ કળિયુગ છે એમાં હરિસ્વરૂપ, હરિનામ અને હરિજન દષ્ટિએ નથી આવતાં. એ ત્રણેમાંના કેઈની સ્મૃતિ થાય એવી કોઈ ચીજ પણ દષ્ટિએ નથી આવતી. બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માગે પ્રવર્તે છે, અથવા સન્માગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. કવચિત મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગને નિકટ સંબંધ નથી. નિષ્કપટીપણું પણ મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે, સન્માગને એક અંશ અને તેને પણ શતાંશ તે કેઈ આગળ પણ દષ્ટિએ પડતું નથી; કેવળજ્ઞાનનો માર્ગ તે તે કેવળ વિસર્જન થઈ ગયું છે. કેણ જાણે હરિની ઈચ્છા શું છે? આ વિકટ કાળ તે હમણાં જ જે. કેવળ મંદ પુણ્યવાળાં પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. ૧૮. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતા –
મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્દભૂત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિસ્પૃહા હતી. સ્વને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અથે વ્યવહારથે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી...તેમ કર્યા સિવાય જે કે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે. તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગતવિદિત છે અને એજ એમનું સબળ મહાત્મ્ય છે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઈચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તે રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આ૫ હજારે વાત લખો પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં હો, (નહીં થાઓ) ત્યાં સુધી વિટંબના જ છે. ૧૯. માન્ય ભક્ત પુરુષે –
જ્યારે જેન શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જેની થવાને નથી જણાવતા, વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા, તેમજ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા. માત્ર જે જણાવીએ છીએ તે તમ સર્વને ઉપદેશ લેવા અથે