________________
૩૨૮
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ બેટા દસ્તાવેજ કરવા તે પણ અસત્ય જાણવું. અનુભવવા ગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઈદ્રિયથી જાણવા ગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરે તે પણ અસત્ય જાણવું. તે પછી તપ-પ્રમુખ માનાદિની ભાવનાથી કરી આત્મહિતાર્થ કરવા જે દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું. અખંડ સમ્યક્દર્શન આવે તેજ સંપૂર્ણપણે પરમાર્થ સત્ય વચન બેલી શકાય; એટલે કે તે જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. નિશ્ચય સત્ય પર ઉપગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યને અથવા જેના સંબંધમાં બોલાયું હોય તેને પ્રીતિકારી હોય; અને પય, ગુણકારી હોય એવું જ સત્ય વચન બેલનાર સર્વ વિરતિ મુનિરાજ પ્રાયે હોઈ શકે.
કોઈ પૂછે કે લેક શાશ્વત કે અશાશ્વત તે ઉપગપૂર્વક ન બેલતાં ‘ક શાશ્વત કહે તે અસત્ય વચન બોલાયું એમ થાય. તે વચન બોલતાં લેક શાશ્વત કેમ કહેવામાં આવે તેનું કારણ ધ્યાનમાં રાખી તે બેલે તે તે સત્ય ગણાય. આ વ્યવહાર–સત્યના પણ બે વિભાગ થઈ શકે છે, એક સર્વથા પ્રકારે અને બીજે દેશથી. સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં પૂર્વ કર્મથી, અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવાનો નિયમ રાખવા યોગ્ય છે. તે મુખ્ય આ પ્રમાણે:
કન્યાલીક મનુષ્ય સંબંધી અસત્ય, વાલીક પશુ સંબંધી અસત્ય, ભૌમાલિક ભૂમિસંબંધી અસત્ય, બેટી સાક્ષી અને થાપણ મૃષા એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થૂળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યક સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા ગ્ય છે. આ કહેલા સત્યવિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે.
યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાથે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ