________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૩૩૯ - બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વતે છે તે “મુક્ત છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્ત દશા વતે છે તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિવિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈપણ સંબંધનતે. એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.
પરમ ભેગી એવા શ્રી કષભદેવાદિ પુરુષ પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું જે નિજ સ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણને ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગાપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે. આ દેહે કરવા ગ્ય કાર્ય તે એક જ છે કે કઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત માત્ર ઠેષ ન રહે. સર્વત્ર સમદશા વતે. એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે.
સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે, અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ રીતન્ય, જન્મ-જરામરણ રહિત, અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વસમ્યક્ દર્શન સમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક્ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે.
ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણું થડા વખતમાં પ્રાપ્ત થાય છે. -