Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 357
________________ ૩૪. પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ દેહથી ભિન્ન સ્વ-પર પ્રકાશક પરમ જોતિ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને! અંતર્મુખ થઈ સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તે અનંત અપાર આનંદ અનુભવશે. - સવ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. એ નિશ્ચય જે પરમકૃપાળુ સત્પરુષે પ્રકા તેને અપાર ઉપકાર છે. હે આર્યજને ! આ પરમ વાક્યને આત્માપણે તમે અનુભવ કરે. જેને કઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કઈ મિત્ર નથી, જેને માન અપમાન, લાભ-અલાભ, હર્ષશેક, જન્મ-મૃત્યુ આદિ કંધને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાત દીઠે છે, મ્યાન પ્રત્યે તરવારને જે સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે, અબદ્ધ, સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યું છે, તે મહત્પરુષને જીવન અને મરણ બંને સમાન છે. | ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કેઈ કાળે તેમ તે નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા-સર્વદા ચૌતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક્દષ્ટિ પુરુષેએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન સવ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કોઈ

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384