________________
૩૪૧
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય?
અજ્ઞાનથી અને સ્વ-સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે. - પરમ સુખ સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, શાંત, શુદ્ધ રૌતન્ય સ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષને નમસ્કાર.
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય, સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે ? વિકલ્પ છે? ભય છે? ખેદ શ? બીજી અવસ્થા શી? હું માત્ર નિવિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.
સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ
પરમ દૈન્યત્વ” જ્યાં સુધી આવરિત રહ્યું છે, ત્યાં સુધી જીવની જગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. - મહાત્મામાં જેને દઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિશંક્તા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે. અને એમ ગ્ય છે.
-
અત્યંતર
અત્યંતર રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ