________________
પ્રજ્ઞાવભેધન શૈલી સ્વરૂપ
આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યાગ્ય સ્થાન છે.
૩૪૨
પરમ કરુણાશીલ, જેના દરેક પરમાણુમાં દયાના ઝરા વહેતા રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સામે સયાગમાં પામેલા પદાર્થના વિચાર કરતાં છતાં અનાદિ કાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી તથાપિ કોઇ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે તે અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સભવે છે, કારણકે જેમ જેમવિચારની શ્રેણિની દઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે. મધા સંજોગે! અને સબધા યથાશક્તિ વિચારતાં એમ તે પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવા કોઇ પદાર્થ છે.
આવા વિચાર કરવામાં એકાંતાદિ જે સાધના જોઇએ તે નહી મેળવવાથી વિચારની શ્રેણિને વારવાર કાઈ નહીં તે કોઇ પ્રકારે વ્યાઘાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઈ હાય તે ત્રુટી જાય છે. આવા ભાંગ્યા ત્રુટ્યા વિચારની શ્રેણિ છતાં ક્ષયે પશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ ( શરીરાદિ ) સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનુ જોર અથવા તેા અનાદિ કાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દારવાઇ જવાય છે.
જ્ઞાનીપુરુષાને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે, એમ સજ્ઞે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.
અકિચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જનસર્દેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવા ક્યારે થઇશ ? સન પદ્યનુ ધ્યાન કરે.
શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે તથા વ્યકત થવાના જે પુરુષા મા પામ્યા છે તે પુરુષાને અત્યંત ભકિતથી નમસ્કાર.