________________
૩૩૨
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ યોગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વ સમ્મત ધમ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહો. હું કેઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશે નહીં. આત્મભાવની વૃદ્ધિ કરે; અને દેહભાવને ઘટાડજો.
જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સદ્ધચનાને પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિષે પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી.
જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે. એ ગુણો જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપને વિશેષ વિચાર જીવથી યથાર્થ પણે થે કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જે શીતળ થાય તે પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કરિપતપણે સમજાય છે. વૈરાગ્ય, ઉપશમનું જેમ બળ વધે તે પ્રકારનો સત્સંગ, સન્શાસ્ત્રનો પરિચય કરે એ જીવને પરમ હિતકારી છે. બીજે પરિચય જેમ બને તેમ નિવતન એગ્ય છે.
નાના પ્રકારને મેહ પાતળા થવાથી આત્માની દૃષ્ટિ પિતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે, અને પછી તે મેળવવા પ્રયત્ન કરે છે. એ જ દષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે.
ઈચ્છા વગરનું કઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણ અવૃત્તિવત્ છે. ઈચ્છાવાળું પ્રાણુ ઊર્ધ્વગામીવત્ છે.
જે જે પ્રકારે પદ્રવ્ય (વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જેવાને દઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સશાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્ય કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચને વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ -સમાધિને યોગ્ય થાય, એ લક્ષ રાખશે એમ કહ્યું હતું.