________________
૩૩૦
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ એમ છે કે કેમ? તે જ જીવને શ્રેયસ્કર છે, પણ અનંતકાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીને ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે તે ઉપર જણાવ્યું છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને યથાર્થ વિચાર કરીને-કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે. તેમજ તે દશા (યથાર્થ વિશારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પિતાના બેધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વત્ય કરશે, કઈ પણ મહાપુણ્યને યેગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બેધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તે ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બોલતાં અતિશય–અતિશય એવી પ્રેરણાએ પણ વાણું મૌનપણાને પ્રાપ્ત થશે. અને તે મેનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈપણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી.
તીર્થકરે પણ એમ જ કહ્યું છે, અને તે તેના આગમમાં પણ હાલ છે; એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલ અર્થ રહ્યો હત નહીં તે પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે. જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે.
અભિનિવેશના ઉદયમાં ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, . જ્ઞાનીઓના કહેવાથી કહું છું.
સત્ય પણ કરૂણામય બોલવું. નિરાગીનાં વચનને પૂજ્યભાવે માન આપું. મૌનપણું ભજવાયેગ્ય માર્ગ છે.
% શાંતિ