________________
૩૩૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જે પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તે પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે.
રૂડે પ્રકારે મન વતે એમ વર્તે. વિયેાગ છે તે તેમાં કલ્યાણને પણ વિગ છે. એ વાત સત્ય છે. તથાપિ જે જ્ઞાનીના વિયેગમાં પણ તેને જ વિષે ચિત્ત વતે છે, તે કલ્યાણ છે, ધીરજને ત્યાગ કરવાને યોગ્ય નથી.
જેને વિષે સસ્વરૂપ વતે છે, એવા જે જ્ઞાની તેને વિષે લેકસ્પૃહાદિને ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વતે છે, તે નિકટપણે, કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ.
કાળનું કળિસ્વરૂપ વતે છે, તેને વિષે જે અવિષમપણે માની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતે પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે, એમ જાણીએ છીએ.
પ્રત્યક્ષ સત્પરૂષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુશુઓને મેક્ષ સંબંધી બધાં સાધને અલ્પ પ્રયાસે અને અ૫ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે, પણ તે સમાગમને વેગ પામ દુર્લભ છે. તે જ સમાગમના યુગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વતે છે.
સત્સંગનું એટલે સત્પરૂષનું ઓળખાણ થયે પણ તે યોગ. નિરંતર રહેતું ન હોય તે સત્સંગથી પ્રાપ્ત થયું છે એ જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પરૂષ તુલ્ય જાણું વિચારો તથા આરાધ કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા ઈત્યાદિક સગુણેથી યેગ્યતા મેળવવી, અને કઈ વેળા મહાત્માના ગે તે ધર્મ મળી રહેશે. સત્સંગ, સલ્ફાસ્ત્ર અને સદ્વ્રત એ ઉત્તમ સાધન છે
૩ શાંતિ