________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૩૨૭ કેધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, દુગંછા, અજ્ઞાનાદિથી બેલાય છે, ક્રોધાદિ મેહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજાં બધાં કર્મથી વધારે એટલે (૭૦) સિર કેડાછેડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શક્તાં નથી; જોકે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણદિ કર્મો કહ્યાં છે, પણ આ કર્મની ઘણી મહત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળ સ્થાન હેવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે આવું મેહનીયનું બળવાનપણું છે, છતાં પણ તેને ક્ષય કરવો સહેલ છે; એટલે કે જેમ વેદનીય કર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી. મેહનીય કર્મની પ્રકૃતિરૂપ કોધ, માન, માયા અને લેભાદિ કષાય તથા નેકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયે નિષ્ફળ કરી શકાય છે. નેકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે, એટલે કે તેને સારું બાહ્ય કાંઈ કરવું પડતું નથી.
મુનિ એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયેાજન વિના બેલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ અને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ. આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું, અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીર પ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મેહનીય કર્મને સંબંધ કાઢી નાખી. કેવળજ્ઞાન દર્શન પ્રગટ કર્યું હતું.
આત્મા ધારે તે સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહાર–સત્ય. ભાષા ઘણી વાર બેલવામાં આવે છે, પણ પરમાર્થ–સત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થ–સત્ય બોલવાનું થઈ શકે છે, અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરે તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે.
અભ્યાસે જ એ વાતને પણ