________________
૩૨૬
પ્રસ્તાવબોધનું શૈલી સ્વરૂપ થઈ શક્તા નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બેલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારૂં નથી એ ઉપગ રહે જોઈએ. અન્ય આત્માના સંબંધી બેલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવાળે તે આત્મા ન હોય) છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બેલાવવામાં આવે છે એવા ઉપગપૂર્વક બોલાય તે તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે.
૧. છતઃ એક માણસ પિતાના આરોપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતે હેય તે વખતે સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તે તે સત્ય કહેવાય.
૨. દષ્ટાંતઃ જેમ કેઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલણ રાણીનું વર્ણન કરતાં હોય, તે તેઓ બને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેને સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેને સંબંધ હતું, તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થ સત્ય.
વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહાર-સત્ય નીચે પ્રમાણે જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહાર-સત્ય.
દષ્ટાંત ઃ જેમકે અમુક માણસને લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દિઠો હોય, અને કેઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય. આમાં પણ કેઈ પ્રાણીના પ્રાણને નાશ થત હેય, અગર ઉન્મત્તતાથી વચન બેલાયું હોય, યદ્યપિ ખરું હોય તે પણ અસત્ય તુલ્ય જ છે, એમ જાણું પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.