________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૪૯ જ્ઞાન, દર્શન અને વિર્ય થડા ઘણું પણ ખુલ્લા રહેતા હોવાથી આત્મા ક્રિયામાં પ્રવતી” શકે. વીર્ય ચળાચળ હંમેશાં રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી નિર્ણય સ્પષ્ટ થશે. આપેલા ખુલાસાથી બહુ લાભ થશે.
આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છે. એ ઉપરથી તમને કાંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે છતાં વિચાર આવતું હોય તે કહે તે શા વડે થાય છે? પિતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કમ વડે આ સંસાર ભમ પડે છે. પરભવ નહીં માનનાર પિતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તે આપણે આ વાત એ પણ માન્ય રાખે.
જે વેદના પૂર્વે સુદઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રેકવાને સમર્થ નથી. તેને ઉદય જીવે વેદ જ જોઈએ. અજ્ઞાનદષ્ટિ જીવે ખેદથી વેદે તે પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જાતી રહેતી નથી, સત્ય દષ્ટિવાન
શાંત ભાવે વેદે તે તેથી તે વેદના વધી જતી નથી. પણ નવીન બંધને હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માથીને એજ કર્તવ્ય છે.
કર્મને ઉદય આવવા માટેનાં જોઈતાં બાહ્ય નિમિત્તે ક્ષેત્ર, કાળ, ભાવ મળ્યા પછી તે કમને ઉદય ઈદ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કોઈ પણ રોકવા સમર્થ નથી. રોગના ઇલાજ તે ઔષધાદિક જગતમાં દેખીએ છીએ. પરંતુ પ્રબળ કર્મના ઉદયને રોકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે.
અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે “પ્રકૃતિના નામથી ઓળખાય છે તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ અમુક અમુક “ગુણુ સ્થાનક’ સુધી હોય છે. આવું માપ તળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારૂ સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે.
જીવ કર્મ બંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલે જે આકાશ તેને વિષે રહેલાં જે સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ