________________
૨૬૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જીવે એમ વાત કરે છે કે છદ્મસ્થપણાથી કેશીસ્વામી પરદેશી રાજા પ્રત્યે તેમ બેલ્યા હતા, પણ એમ નથી. તેમની પરમાર્થ અથે જ વાણી નીકળી હતી. ૬. શ્રી ગૌતમસ્વામી–આનંદ શ્રાવક :
ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદ શ્રાવક પાસે ગયા હતા. આનંદ શ્રાવકે કહ્યું કે “મને જ્ઞાન ઊપસ્યું છે ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું “ના ના એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લે. ત્યારે આનંદ શ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે કદાચ આ વખતે ભૂલ ખાય છે, તે પણ ભૂલ ખાઓ છે એમ કહેવું યંગ્ય નથી; ગુરૂ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદ શ્રાવકે કહ્યું કે “મહારાજ ! સદ્દભૂત વચનને મિચ્છામી દુક્કડં કે અસભૂત વચનને મિચ્છામી દુક્કડે ?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે “અસદ્દભૂત વચનને મિચ્છામિ દુક્કડમ્' ત્યારે આનંદ શ્રાવકે કહ્યું “મહારાજ હુ મિચ્છામી દુકકડ લેવાને યોગ્ય નથી ? એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ તે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીકત કહી) મહાવીરસ્વામીએ કહ્યું “હે ગૌતમ! હા, આનંદ દેખે છે એમ જ છે અને તમારી ભૂલ છે માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લ્યો.” તહત” કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જે ગૌતમસ્વામીમાં મેહ નામને મહાસુભટ પરાભવ પામ્યા ન હતા તે ત્યાં જાત નહીં, અને કદાપી ગૌતમસ્વામી એમ કહેતા કે “મહારાજ ! આપના આટલા બધા શિખે છે તેમની હું ચાકરી કરું પણ ત્યાં તે નહીં જાઉં. તે તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પિતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા. ૭ ચિદાનંદજી :
વર્તમાન સૈકામાં અને વળી તેનાં પણ કેટલાંક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું. ઘણે જ સમીપને વખત હવાથી જેમને તેમનાં દર્શન થયેલાં, સમાગમ થયેલ અને જેઓને તેમની દશાને અનુભવ થયેલે તેમાંના કેટલાંક પ્રતીતિવાળા મનુષ્યોથી