________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૩૧૭*
દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા. રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા. રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી.
સિત્તેર કોટાકેટી સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે, જેને લઈને જીવને અસંખ્યાતા ભવભ્રમણ કરવાં પડે છે.
ચારિત્રહને લટયો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમેહને. પડ્યો ઠેકાણે આવતું નથી. કારણ સમજવાફેર થવાથી કરવાફેર થાય છે.
વીતરાગ રૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હેવાને સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને એથે પણ. મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાને પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પિતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન, જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં; અને આ જીવની. મતિ તે શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તે તેટલામાં જ રોકાઈ જાય. છે. તે પછી વીતરાગના જ્ઞાનની મતિને મુકાબલે ક્યાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. - જીવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું. કે ચિંતા થઈ કે કેમ થશે ? કેમ કરીએ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે તે ૩પ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઈએ, તે કઈ મારું નથી એમ જણાય.
સત્સમાગમમાં જીવ આવ્યા ને ઈંદ્રિયાનું લુબ્ધપણું ન જાય તે. સત્સમાગમમાં આવ્યું નથી એમ સમજવું. સત્ય બોલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં. પુરુષ હાથે ઝાલીને વ્રત આપે ત્યારે લે. જ્ઞાની. પુરુષ પરમાર્થને જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ સાચાં સાધનો સેવવાં યોગ્ય છે.
છ ખંડના ભક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અપ.