________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૩૨૩ 'પ્રમત્ત પ્રમત્ત એવા વર્તમાન જીવે છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષને સમાગમ, ચરણને યોગ જ પરમ હિતકારી છે.
સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવ પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જે એવી ભાવના રહે કે જ્યારે ઇચ્છીશ ત્યારે આ સ્ત્રી આદિ પ્રસંગ ત્યાગી શકીશ તે તે મૂળજ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી, અર્થાત્ મૂળ જ્ઞાનમાં જે કે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. વળી શિષ્યાદિ અથવા ભક્તિના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરૂષ પણ તે તે જ્ઞાની પુરૂષને પણ નિરાવરણ જ્ઞાન તે આવરણરૂપ થાય, અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાની પુરૂષો અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દને ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં; સાવ નિરાવરણ, વિજેગી, વિભેગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશ કાર્ય કર્યું. માટે આને આમ કહીશું તે ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તે ખેટું એ વગેરે વિકલપિ સાધુ-મુનિઓએ ન કરવા. - જીવને ભુલવણીનાં સ્થાનક ઘણું છે માટે વિશેષ વિશેષ જાગૃતિ રાખવી; મૂંઝાવું નહીં; મંદતા ન કરવી. પુરૂષાર્થધમ વર્ધમાન કરે. કઈ પણ દંભ પણે દાળમાં ઉપર મીઠું ન લેતા હોય અને કહે કે હું ઉપર કંઈ લેતા નથી, શું નથી ચાલતું ? એથી શું ? એથી કાંઈ લોકમાં અસર થાય નહીં અને ઊલટું કર્યું હોય તે પણ બંધાવા માટે થાય. માટે તેમ ન કરતાં નિદૈ ભણે અને ઉપરનાં દૂષણે વજીને વ્રતાદિ કરવાં.
જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત્ આત્માના કલ્યાણ અથે જેની કંઈ ઈચ્છા છે તે સર્વેને તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞા કરી છે. ( પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે તે પણ એ જ હેતુએ છે. લેકસમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારણે વધે,