________________
૩૧૩
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠઃ ૯૭ રસાસ્વાદ સપુરુષની આજ્ઞામાં વર્તવાને જેને દૃઢ નિશ્ચય વતે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે. એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષે સાક્ષી છે.
બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય છે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણુજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છેતેમજ અન્ય જીવે પણ આત્માથ સન્મુખ થાય, અને રસાદિની લુબ્ધતા મોળી પાડે એ આદિ પ્રકારે એક આત્માથે ઉપદેશ કર્તવ્ય છે.
આરંભ અને પરિગ્રહને ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તે આત્મલાભને વિશેષ ઘાતક છે, અને વારંવાર અસ્થિર અપ્રશસ્ત પરિણામને હેતુ છે, એમાં તે સંશય નથી, પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કેઈ એક પેગથી પ્રસંગ વર્તતે હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર, તે આરંભ પરિગ્રહને પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ ત્યાગ માર્ગ ઉપદે છે, તે મુમુક્ષુ જીવે દેશે તથા સર્વથા અનુસરવા યોગ્ય છે. જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવેનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યક પ્રકારે જતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કર્તવ્ય છે.
હે મુનિઓ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાને સતત ઉપગ સિદ્ધ કરે ગ્ય છે. જેમણે જગતસુખસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગને આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપગને પામે છે. જે શ્રુતથી અસંગતા ઉલ્લસે તે શ્રુતને પરિચય કર્તવ્ય છે.
જ