________________
ર૭૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ છે તે મર્યાદા સહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાને જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપ સહિત પ્રવર્તવું તે.
શ્રમણ ભગવાન સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. સ્થવિર કલ્પ=જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્ર મર્યાદાએ વર્તવાને, ચાલવાને જ્ઞાનીઓએ મુકરર કરેલ, બાંધેલ, નકકી કરેલે માગ, નિયમ.
જિનલ્પ એકાકી વિચરનારા સાધુઓને માટે કપેલે અર્થાત્ બાંધેલ, મુકરર કરેલે જિનમાર્ગ વા નિયમ. સાધુ એટલે ગૃહવાસત્યાગી, મૂળ ગુણના ધારક તે. યતિ એટલે ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણ માંડનાર. ' મુનિ એટલે જેને અવધિ, મન:પર્યવજ્ઞાન હેય તથા કેવળજ્ઞાન હોય તે.
સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા શાની આપે છે, તે ચરણાનુગની અપેક્ષાએ; પણ કરણનગની અપેક્ષાએ નહીં, કારણ કે કરણાનુગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયને ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શક્તા નથી.
પ્રશ્ન : જૈન મુનિઓના મુખ્ય આચાર શા છે?
ઉત્તર : પાંચ મહાવ્રત, દશ વિધિ યતિધર્મ, સપ્તદશ વિધિ સંયમ, દશ વિધિ વૈયાવૃત્ય, નવ વિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારનાં તપ, ધાદિક ચાર પ્રકારના કષાયને નિગ્રહ, વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઇત્યાદિક અનેક ભેદ છે.
જે જીવ મેહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે નિરંતર આત્મવિચાર કરી મુનિ તે જાગૃત રહે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.
“મુનિ એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બેલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિ પણું. રાગદ્વેષને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું અને સાડા બાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીર પ્રભુએ આવા ઉત્કૃષ્ટ