________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ | હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલે બળવાન પ્રારબ્ધોદય દેખાતે હોય તે પણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત! કેવળ માત્ર પ્રારબ્ધ હેય અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તે તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે. પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણત પર્યત નિષ્ઠાભેદદષ્ટિ ન થાય, અને તેને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય, ત્યાં સુધી શ્રેય એ છે કે તેને વિષે ત્યાગ બુદ્ધિ ભજવી. આ વાત વિચારી હે જીવ! હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત ! | હે જીવ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળ સંગ નિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાને વિશેષ અવકાશ જોવામાં ન આવે તે અંશ સંગ નિવૃત્તિ રૂપ એ આ વ્યવસાય તેને ત્યાગ.
જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે. જેને વિષે એ તું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તે સંપૂર્ણ જગત પ્રસંગમાં વતે તે પણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વતે છતે પણ નિવૃત્ત જ પ્રશસ્ત સર્વ કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે.
પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારને ઉદય પ્રાપ્ત થયું છે, જેથી ઘણી વાર ચિત્તમાં શાચ રહે છે; પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે. કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી..
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એ પરમ પુરુષે કરેલે નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે.
મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જે મુમુક્ષતા આવી