________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૦૭ હોય તે નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટયા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મળી પડ્યા કરે અનુક્રમે નાશ પામવા ગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી લેવામાં આવતી નથી. કેઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં, પણ અધે દશા થવી ઘટે. વળી સત્સંગને કંઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદેષથી પલટતાં વાર નથી લાગતી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે, અને મારા ચિરાની વ્યવસ્થા જતાં મને પણ એમ થાય છે છે કે મને કઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતું નથી, અવશ્ય ઘટતે નથી. જરૂર–અત્યંત જરૂર આ જીવને કેઈ પ્રમાદ છે, નહીં તે પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હેય? અથવા એમ નહીં તો ઉદાસીન પ્રવૃત્તિ હેય, તે પણ તે પ્રવૃત્તિ હવે તે કોઈ પ્રકારે પણ પરિસમાપ્તપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તે જરૂર જીવને કેઈ પણ પ્રકારે દેષ છે. વધારે લખવાનું થઈ શકતું નથી. એટલે ચિરામાં ખેદ થાય છે, નહીં તે પ્રગટપણે કઈ મુમુક્ષુને આ જીવન દોષ પણ જેટલા બને તેટલા પ્રકારે વિદિત કરી જીવને તેટલો તે ખેદ ટાળવે, અને તે વિદિત દેશની પરિસમાપ્તિ માટે તેને સંગરૂપ ઉપકાર ઈચ્છ.
વારંવાર મને મારા દેષ માટે એમ લાગે છે કે જે દોષનું બળ પરમાર્થથી જોતાં મેં કહ્યું છે, પણ બીજા આધુનિક જીના દોષ આગળ મારા દોષનું અત્યંત અલ્પપણું લાગે છે, છતાં કેઈ વિશેષ અપરાધીની પેઠે જ્યાં સુધી અમે આ વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અમારા આત્મામાં લાગ્યા કરીશું. તમને અને તમારા (સમાગમમાં આવતા) સંગમાં વર્તતા કેઈપણ મુમુક્ષુને કંઈ પણ વિચારવા જોગ જરૂર આ વાત લાગે છે.
અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે.