________________
૩૧૦
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ “નિશ્ચયને વિષે અકર્તા વ્યવહારને વિષે કર્તા ઈત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિષે છે, તે વિચારવાને ગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. સમજવા ગ્યા તે જે છે તે....સ્વરૂપ, પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથી–તેના આશ્રયે જીવના દોષ ગણિત થઈ પ્રાપ્ત હેય છે, સમજાય છે. છ માસ (થયા) સંપૂર્ણ થયા જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયે નથી એવા શ્રીને નમસ્કાર છે.
અત્યંત દુષમ કાળ છે તેને લીધે અને હતપુણ્ય લેકેએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમ સત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીને સમાગમ પણ દુર્લભ છે, એમ જાણ જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે.
# શાંતિ જે તે પુરૂષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરૂષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી-અસંસાર પરિત્યાગરૂપ કરી શુદ્ધ ભક્તિએ તે પુરૂષ સ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાને હૃદયદર્શનથી ઉપર કહ્યું તે “મામાનું ઘરનું મહાન ફળ છે, એ વાકય નિવિસંવાદી જાણી લખ્યું છે.
આમારું કામ તે તે દશાની પૂર્ણતા કરવાનું છે, એમ માનીએ છીએ તેમ બીજા કેઈને સંતાપરૂપ થવાને તે સ્વપ્ન પણ વિચાર નથી. બધાના દાસ છીએ, ત્યાં દુઃખરૂપ કેણ માનશે? તથાપિ વ્યવહારપ્રસંગમાં હરિની માયા અમને નહીં તે સામાને પણ એકને બદલે બીજું આપાવી દે તે નિરૂપાયતા છે, અને એટલે પણ શેક રહેશે. અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવાએ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખને હેતુ છે.