________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૦૫ વ્યવહારને ઉદય એ છે કે તે ધારણ કરેલી દશા લોકોને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરે?
તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમ કે તેવી કંઈકસ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ દૃષ્ટથી, એમ છતાં પણ અ૫ કાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે. તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે ? . કેમ કે તેને વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપાર સ્વરૂપે, કુટુંબ પ્રતિબંધે, યુવાવસ્થા પ્રતિબંધે, દયા સ્વરૂપે, વિકાર સ્વરૂપે, ઉદય સ્વરૂપે–એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે.
હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળ જ્ઞાન-કેવળ દર્શન સ્વરૂપે અંતમુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તે પછી વર્ષ છ માસ કાળમાં આટલે આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયાગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગનાં બળને નિત્ય વિચાર્યોથી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા ગ્ય છે, તે પણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું. કેમકે વીર્યને વિષે કંઈપણ મંદ દશા વતે છે, તે મંદ દશાને હેત છે ? આ ઉદયબળે પ્રાપ્ત થયે એ પરિચય માત્ર પરિચય એમ કહેવામાં કંઈ બાધ છે? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કર રહ્યો છે. તે પરિચયને દેષ કહી શકાય નહીં, પણ નિજ દોષ કહી શકાય. અરુચિ હેવાથી ઈચ્છારૂપ દેષ નહીં કહેતાં ઉદયરૂપ દેષ કહ્યો છે. ઘણે વિચાર કરી નીચેનું સમાધાન થાય છે.
એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે, એ નિશ્ચય રહે છે. તે પેગ હજી કંઈ દૂર સંભવે છે. કેમ કે ઉદયનું બળ જોતાં તે નિવૃત્ત થતાં કંઈક વિશેષ કાળ જશે.
પ્ર-૨૦