________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૦૩ છે, અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલેક વખત જાય, ને તેને સમજતાં વધારે વખત જ જોઈએ; તે પ્રમાણે અનેક શા છે, તે એકેક વાંચ્યા પછી તેને નિર્ણય કરવા માટે બેસવામાં આવે તે તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને કેવળજ્ઞાન કેમેય પ્રાપ્ત થાય નહીં; અર્થાત્ તેમ ભણવામાં આવતાં હોય તે કઈ દિવસ પાર આવે નહીં; પણ તેની સંકલના છે, ને તે શ્રી ગુરુદેવ બતાવે છે કે અંતમુહૂર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે. - જે આ જીવે વિભાવ પરિણામ ક્ષીણ ન કર્યા તે આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે.
દષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વતે છે.
| મુમુક્ષુ જીની વિચારણાથે અંતર્ગવેષણ
સર્વસંગ મહાશ્રવરૂપ શ્રી તીર્થકરે કહ્યો છે, તે સત્ય છે. આવી મિશ્ર ગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? જે વાત ચિત્તમાં નહીં તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એ વ્યવહાર શી રીતે થઈ શકે ?
વૈશ્ય અને નિગ્રંથભાવે વસતાં કેટી કેટી વિચાર થયા કરે છે. વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લેકદષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવતી” શકે એ પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વતી શકાતું નથી, કેમ કે પ્રથમ પ્રકારે વર્તતાં નિગ્રંથભાવથી ઉદાસ રહેવું પડે તે જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે અને નિગ્રંથભાવે વસીએ તે પછી તે વ્યવહાર ગમે તે થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જે ઉપેક્ષા ન કરવામાં આવે તે નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં.
તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ ર્યા વિના નિગ્ર"થતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યા જ નથી. આ સર્વ વિભાવ–ગ મટયા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતેષ પામે એમ લાગતું નથી. તે વિભાગ-ગ બે પ્રકારે છે :