________________
૩ ૦૧
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ગ્ય છે.
જ્ઞાનનું ફળ વિરતિ છે –વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા ગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયે, વિભાવને ત્યાગી ન થયે, વિભાવનાં કાર્યો અને વિભાવના ફળને ત્યાગી ન થયે, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાને જ્ઞાનીને પરમાર્થ છે.
વખતને અવકાશ મેળવીને નિયમિત રીતે બેથી ચાર ઘડી સુધી મુનિઓએ હાલ “સૂયગડાંગ વિચારવું ઘટે છે-શાંત અને વિરક્ત ચિત્તથી.
‘વિભાવ” એટલે ‘વિરુદ્ધ ભાવ નહીં, પરંતુ વિશેષ ભાવ. આત્મા આત્મારૂપે પરિણમે તે “ભાવ” છે અથવા “સ્વભાવ છે. જ્યારે આત્મા તથા જડને સંગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ વિશેષ ભાવે’ પરિણમે તે “વિભાવ છે. આ જ રીતે જડને માટે પણ સમજવું.
પ્રશ્ન : સ્વભાવ દશા શે ગુણ આપે ? ઉત્તર : તથારૂપ સંપૂર્ણ હોય તે મેક્ષ થાય. પ્રશ્ન : વિભાવ દશા શું ફળ આપે? ઉત્તરઃ જન્મ, જરા, મરણાદિ સંસાર.
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે.
આત્માઓ ઉત્પન્ન કરેલ વિભાવભાવ અને તેથી જડ પદાર્થને થયેલ સંગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખવું, જાણવું થાય છે તે ઈન્દ્રિયની સહાયતાથી થઈ શકે છે. પરંતુ તે સંબંધી આ વિવેચન નથી, આ વિવેચન “કેવળજ્ઞાન” સંબંધી છે.
વિભાવભાવથી ઉત્પન્ન થયેલ જે પગલાસ્તિકાયને સંબંધ તે આત્માથી પર છે. તેનું તથા જેટલા પુદ્ગલને સંગ થયે તેનું યથા. ન્યાયથી જ્ઞાન અર્થાત્ અનુભવ થાય તે અનુભવગમ્યમાં સમાય છે, અને તેને લઈને લેકસમસ્તના જે પુદ્ગલ તેને પણ એ જ નિર્ણય થાય.