________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૮૭ સ્વ સ્વરૂપને વિષે સ્થિતિ તેને “પરમાર્થ સંયમ' કહે છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને “વ્યવહાર સંયમ કહ્યો છે. કઈ જ્ઞાનીપુરુષએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર) એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના વ્યવહાર સંયમને, તેને અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષેએ કહ્યું નથી.
શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્વતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગ-વૈરાગ્યને નિષેધ કરવામાં પ્રવર્તે નહી ત્યાગ-વૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગ વૈરાગ્ય આવે છે, તેને પણ જ્ઞાની નિષેધ કરે નહીં. કેઈ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતાં અટતા હોય, અથવા અસત્ સમાગમથી મતિ વ્યામોહ પામી અન્યથા ત્યાગ વૈરાગ્યને ત્યાગ વૈરાગ્યપણે માની લીધા હય, તેના નિષેધને અર્થે કરૂણ બુદ્ધિથી ગ્ય વચનને જ્ઞાની તેને નિષેધ કવચિત. કરતા હોય તે વ્યામોહ નહીં પામતાં તેને સહેતુ સમજી યથાર્થ ત્યાગ વૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું એગ્ય છે.
શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તે પણ, જે નવિ જાય પમા (પ્રમાદ) રે વધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ ના રે ગાયે,
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ “મિચ્યા. ત્વને ત્યાગ કરી શકતું નથી. તે આ પ્રમાણેઃ “લૌકિક અને “શાસ્ત્રીય ક્રમે કરીને સત્સમાગમ યેગે જીવ જે તે અભિનિવેશ છોડે તે “મિચ્યાત્વને ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાનીપુરષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છેડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત વિચારવા ગ્ય છે.
ઝ શાંતિઃ