________________
૨૮૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ઝેર છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કઈ રીતે સંશય નથી; અને સંશય થાય તે તે સંશય માન નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તે તે અહં. ભાવ ઘણું કરી બળ કરી શકતો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેને પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તે આત્માર્થને બાધ ન થાય. પ્રદેશ પ્રદેશથી જીવન ઉપગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમય પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કર્યો છે. તે આકષર્ણથી ઉપયોગ જે અવકાશ પામે છે તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપગ અનન્ય થાય છે.
જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલે એવો નિશ્ચય બદલતે નથી, કે સર્વસંગ મેટા આસવ છે, ચાલતાં, તાં, પ્રસંગ કરતાં, સમયમાત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે, અને તે વાત પ્રત્યક્ષ લેવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે, તેથી અહોનિશ તે મોટા આશ્રવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે, અને તે દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ એને ઈચ્છા રહે છે.
આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમને વેગ પ્રાપ્ત થયું છે, તે ગે પણ “સ્વછંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એકવચનને બહુવચન જેવું જણાવી છે મુખ્ય સાધન એવા સત્સમાગમ તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ ‘અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અર્થે શા ઉપકારી છે, અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને, એટલે લક્ષ રાખી સશાસ્ત્ર વિચારાય તે તે “શાસ્ત્રીય અભિનિવેશ ગણવા ચોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.