________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૮૫ ઈડર જવાને હાલ વિચાર રાખીએ છીએ, તૈયાર રહેશે. શ્રી ડુંગરને આવવા માટે વિનંતિ કરશે. તેમને પણ તૈયાર રાખશે. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લેક-અપેક્ષામાં યોગ્ય ન દેખાય કેમ કે અવસ્થા–ફેર પણ આ વિચાર કર્તવ્ય નથી. પરમાર્થદષ્ટિ પુરુષને અવશ્ય કરવા ગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. આ વખતે સમાગમને વિશેષ લાભ થવા ગ્ય છે. માટે શ્રી ડુંગરે કંઈ બીજો વિકલ્પ છેડી દઈ આવવાને વિચાર રાખ. આવવા વિષેમાં શ્રી ડુંગરે કંઈ પણ સંશય ન રાખવે છે.
જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તે તે વૃથા જ છે અને કપટ છે, અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધ ચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય.
લેકદષ્ટિમાં જે જે વાત કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતે અને વસ્તુઓ શેભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લેકદષ્ટિનું વિચક્ષણપણું, લેકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું, પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણ્યા વિના ધારે છે તે વૃત્તિને લક્ષ ન થાય. પ્રથમ તે વાતે અને વસ્તુઓ પ્રત્યે ઝેર દષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરો એગ્ય છે.
શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિને ભય રહે છે, તે સંભવિત છે. જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથા રૂપ-પ્રસંગ જેવા પ્રસંગમાં ઉદય થતું નથી, અથવા તરત સમાય છે. તે અહંભાવને જે આગળથી ઝેર જે પ્રતીત કર્યો હોય, તે પૂર્વાપર તેને સંભવ ઓછો થાય, કંઈક અંતરમાં ચાતુર્યાદિભાવે મીઠાશ સૂક્ષમ પરિણતિએ પણ રાખી હય, તે તે પૂર્વાપર વિશેષતા પામે છે, પણ