________________
૨૯૩
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કલ્યાણને અથે જ કરવું પણ લેને દેખાડવા અથે નહીં. જીવન વર્તનથી લેકમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કઈ સપુરુષ છે. અને તે પુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં. વારંવાર બેધ સાંભળવાની ઈચ્છા રાખવા કરતાં પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઈચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયું છે તે સમરણમાં રાખીને વિચારાય તે અત્યંત કલ્યાણકારક છે.
કેઈ ઉપર રોષ કરે નહીં, તેમ કેઈ ઉપર રાજી થવું નહીં. આમ કરવાથી એક શિષ્યને બે ઘડીમાં કેવળજ્ઞાન થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે. જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે.
અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલે કાળ ગમે તેટલે કાળમક્ષ થવા માટે જોઈએ નહીં, કારણ કે પુરુષાર્થનું બળ કર્મો કરતાં ઘણું છે) વધુ છે. કેટલાક જીવે બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે! સમ્યદષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચે લાવે, અર્થાત્ સમ્યકત્વ આવે જીવની દષ્ટિ ફરી જાય.
આત્મા સાક્ષી પૂરે છે ત્યારે આત્મામાં ઉલ્લાસ પરિણામ આવે છે.
જીવને જ્ઞાની પુરુષ સમીપે તેમનાં અપૂર્વ વચને સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતો નથી.
જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાનીપુરુષ સમીપ તેમનાં અપૂર્વ વચને સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જે પૂર્વના સંસ્કારથી તે વચને અંતર્પરિણામ પામે તે દિનપ્રતિદિન ઉલ્લાસ પરિ. ણામ વધતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન માટે બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતમાન થાય. જ્ઞાનીનાં વચને અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હોય નહીં. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના