________________
૨૯૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કલ્યાણ થાય નહીં. જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું સર્વ જીવનું છે. માત્ર અજ્ઞાન વડે કરી ધ્યાનમાં આવતું નથી. વિચારવાનો જીવ હોય તેણે તે તે સંબંધી નિત્ય વિચાર કરે.
એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યું હોય, પણ જે તેની તેને ખબર ન પડે તે નિષ્ફળ છે, જે ખબર પડે તે સફળ છે. તેમ જીવને જે ખરેખરા જ્ઞાનીની ઓળખ પડે તે સફળ છે.
સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી, તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરૂપને વિચાર કરે, એટલે પિતાનું સ્વરૂપ સમજાય. સત્સંગ અને સત્ય સાધન વિના કેઈ કાળે પણ (મક્ષ થાય નહીં) કલ્યાણ થાય નહીં એમ નિશ્ચય કરે કે પુરુષના કારણ-નિમિત્તથી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કેઈ જીવ તરે નહીં. અરોચ્યા કેવલીને પણ આગળ-પાછળ તે યુગ પ્રાપ્ત થયે હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે! આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ “યથાખ્યાત ચારિત્ર કહ્યું છે.
જ્યારે આત્મા કંઈપણ કિયા કરે નહીં ત્યારે અબંધ કહેવાય.
પુરુષાર્થ કરે તે કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્મો હેય, અને જે યથાર્થ પુરુષાર્થ કરે તે કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતા કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તે કર્મો નાશ પામે. લેકને ભય મૂકી પુરુષનાં વચને આત્મામાં પરિણમાવે તે સર્વ દેષ જાય.
આત્માનું મુખ્ય લક્ષણ ઉપગ છે. આત્મા તલમાત્ર દૂર નથી, બહાર જેવાથી દૂર ભાસે છે. પણ તે અનુભવગોચર છે, આ નહીં, આ નહીં, આ નહીં, એથી જુદું જ રહ્યું છે તે છે. આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આત્મા અનુભવનેચર છે. અનુમાન છે તે માપણું છે, અનુભવ છે તે હોવાપણું છે. જેને અનુભવ થાય છે એવા અનુભવીના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વતે તે જ્ઞાન થાય. પુરુષ અને સશાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. સગુરુસલ્લાસ્ત્રરૂપી