________________
૨૭૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કયા, યશોદા જેવી રાણ, અઢળક સામ્રાજય લક્ષમી અને મહાપ્રતાપી સ્વજન પરિવારનો સમહ છતાં તેની માહિનીને ઉતારી દઈ જ્ઞાન દર્શન ચાગપરાયણ થઈ એણે જે અભૂતતા દર્શાવી છે તે અનુપમ છે.
- સૂક્ષમ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમ ભક્તિથી નમસ્કાર હે! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થ સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે.
કરાળ કાળ! આ અવસર્પિણી કાળમાં વીશ તીર્થકર થયા.. તેમાં છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમને પણ અફળ ગયે.
મહાવીરસ્વામીને દીક્ષાના વરઘોડાનું સ્વરૂપ જે વિચારે તે વૈરાગ્ય થાય. એ વાત અદ્ભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું. પણ જ્યારે બાહ્ય ચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા.
શ્રીમાન મહાવીરસ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વે-ગ્રહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘકાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એને હેતુ શ? અને આ જીવ આમ વતે છે, તથા આમ કહે છે એને હેતુ છે?
જે પુરુષ સદ્દગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપને નિર્ધાર કરે તે માત્ર પિતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ પુરુષના ગુણને વિચાર ન કરે અને પિતાની કલ્પનાના આશ્રયે વતે તે જીવ સહજ માત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.
મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે.
“વંદામિ પાદે પ્રભુ વર્ધમાન
# રતિઃ