________________
२७०
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પરનિંદા મુખથી નવિ કરે, નિજ નિંદા સુણી સમતા ધરે; કરે સહુ વિકથા પરિહાર, રેકે કમ આગમન દ્વાર.
પિતાના મુખથી જેણે પરની નિંદાને ત્યાગ કર્યો છે, પિતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે, સ્ત્રી, આહાર, રાજ, દેશ, ઈત્યાદિક સર્વકથાને જેણે છેદ કર્યો છે, અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રોકી રાખ્યાં છે.
મેરા મેરા મત કરે, તેરા નહિ હૈ કેય;
ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન દય. ચિદાનંદજી પોતાના આત્માને ઉપદેશ છે કે રે જીવ! મારું મારું નહીં કર, તારું કંઈ નથી. હે ચિદાનંદ! પરિવારને મેળ બે દિવસને છે.
# શાંતિ
શિક્ષાપાઠ : ૮૮ મહિપુરુષ ચરિત્ર ભાગ ૨-૧૨ શ્રી વર્ધમાનસ્વામી :
વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી; એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણમાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તે પ્રાયે થઈ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાયે કાયે, પ્રવર્તને પ્રવર્તીને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યંગ્ય છે.